# gandhinagar (news sources) — RSS Amplifier

Recent posts from the 2 feeds in the RSS Amplifier directory that cover gandhinagar.

Page: <https://rssamplifier.com/topics/gandhinagar/news>  
Feed: <https://rssamplifier.com/topics/gandhinagar/news.md>

---

## [પોલીસની આંતરિક લડાઈમાં પોલીસવાળા જ એકબીજાને ફસાવતા &#124; શતરંજ- 9](https://www.navajivan.in/ahmedabad-police-all-encounters-same-script-shataranj-9/)

_2026-08-26 · Prashant Dayal · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

પ્રશાંત દયાળ (શતરંજ-9, નવજીવન ન્યૂઝ): ક્રાઇમ-બ્રાન્ચના પોલીસ સ્ટેશન-ઑફિસરના ટેબલ ઉપર પડેલા ફોનની ઘંટડી રણકી. તેણે ફોન ઉપાડતાં કહ્યુંઃ “નમસ્કાર ક્રાઇમ-બ્રાન્ચ.” એકાદ ક્ષણ ફોન સાંભળી ફોન મૂકી, દીવાલ ઉપર રહેલી ઘડિયાળ તરફ નજર કરી. હજી દસ વાગી રહ્યા હતા. તે મનોમન બોલ્યો : આજે વહેલા આવી રહ્યા છે! સામે બેઠેલા પીએસઓ-એ કૉન્સ્ટેબલને ઉતાવળા સ્વરમાં કહ્યું “જલદી ડીસીપી \[…\] The post પોલીસની આંતરિક લડાઈમાં…

## [ડિવોર્સી મહિલા સાથે લિવ-ઈનમાં રહેતા પરિણીત યુવકે 12માં માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું, શંકાસ્પદ મોતને લઈને તપાસ શરૂ](https://www.navajivan.in/suspicious-death-of-a-nimesh-bhandari-in-rajkot/)

_2026-08-25 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Suspicious death of a young man in Rajkot : રાજકોટ શહેરમાં નિમેષ ભંડારી નામના યુવકના મોતને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રૈયાગામ સ્મશાન પાસે આવેલી 13 માળની પામ યુનિવર્સ બિલ્ડિંગના 12માં માળેથી પટકાયેલા યુવાનનું મોત થયું છે. બે સંતાનના પિતા નિમેષ ભંડારીએ ડિવોર્સી લિવ-ઈન પાર્ટનર આશા પાડલીયાની બહેનપણી કાજલના ઘરે જઈ મધરાત્રીના છલાંગ લગાવી \[…\] The post ડિવોર્સી મહિલા સાથે લિવ-ઈનમાં રહેતા પરિણીત યુવકે 12માં…

## [&#8216;રાજકુમાર જાટ CCTVમાં જાતે જ કપડાં ઉતારતો દેખાયો&#8217;: પોલીસનો હાઈકોર્ટમાં રિપોર્ટ](https://www.navajivan.in/rajkumar-jat-cctv-gujarat-high-court-report/)

_2026-08-25 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Rajkumar Jat case HC CCTV: ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટના આકસ્મિક મોતના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે 25 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે પોલીસ તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસના રિપોર્ટ મુજબ CCTV ફૂટેજમાં રાજકુમાર જાટ જાતે જ કપડાં ઉતારતો જોવા મળે છે. આ CCTV ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા \[…\] The post ‘રાજકુમાર જાટ CCTVમાં જાતે જ કપડાં ઉતારતો…

## [સમાચાર અને RTI ના નામે તોડ કરવા જશો તો મરશો, Gujarat ACB એ દંપતી સહિત ત્રણ જણાને પકડ્યા](https://www.navajivan.in/so-called-journalists-tortured-for-extortion-in-gujarat-police-acb-gujarat/)

_2026-08-25 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

So-called journalists tortured for extortion in Gujarat : અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરમાં બની બેસેલા પત્રકારોએ તોડબાજીમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે કહેવાતા અનેક પત્રકારો સામે ખંડણી અને ભ્રષ્ટાચારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાપ્તાહિકના નામે પત્રકાર બની તેમજ RTI કરીને સરકારી કર્મચારી સાથે ગોઠવણ કરી તોડ કરતા પત્રકારો સામે પોલીસે \[…\] The post સમાચાર અને…

## [ઇમરજન્સી સેવાનો રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી વધુ ઘટાડવા પ્રયાસ, હર્ષ સંઘવીએ 500 ‘112- જનરક્ષક’નું પ્રસ્થાન કરાવ્યું](https://www.navajivan.in/500-rescue-vehicles-added-to-gujarat-police-112-janrakshak-harsh-sanghavi-kamlesh-patel/)

_2026-08-25 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

500 rescue vehicles added to Gujarat Police : રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક ‘જનરક્ષક’ (112 Janrakshak) વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા \[…\] The post ઇમરજન્સી સેવાનો રિસ્પોન્સ ટાઈમ 8…

## [CM હાઉસ ઘેરવા નીકળેલા વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડ્યા, પોલીસે વોટર કેનન ચલાવ્યું; રસ્તા પર જ ડાન્સ કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ](https://www.navajivan.in/bpsc-protest-patna-cm-house-gherao-students/)

_2026-08-25 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

બિહારમાં 70મી BPSC પરીક્ષા રદ કરવાની અને પરીક્ષામાં કથિત અનિયમિતતાઓની તપાસની માંગને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન મંગળવારે વધુ ઉગ્ર બન્યું હતું. પટનાના ગાંધી મેદાનથી મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓએ રસ્તામાં લગાવવામાં આવેલી પોલીસની બેરિકેડિંગ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન \[…\] The post CM હાઉસ…

## [RJ નેહા સાથે વિતાવેલી પળો યાદ કરી PI ના ચહેરા પર સ્મિત આવ્યું &#124; શતરંજ-8](https://www.navajivan.in/rj-neha-pi-vinay-tomar-crime-branch-ketan-pansuriya-shatranj-bhag-8/)

_2026-08-25 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

પ્રશાંત દયાળ (શતરંજ-8, નવજીવન ન્યૂઝ): બપોર થઈ ગઈ હતી. વિનય તોમરનું હજી ઑફિસમાં આગમન થયું ન હતું, એસીપી રામસિંહ પરમારનો કૉન્સ્ટેબલ બે વખત મહેશ રાવને વિનયના કોઈ સમાચાર અંગે પૂછી ગયો હતો. વિનયનો રેગ્યુલર ફોન બંધ આવતો હતો. આવું વિનય અનેક વખત કરતો હતો. કોઈને કીધા વગર ઑફિસ નહોતો આવતો. જોકે તેની જે રીતની કામગીરી \[…\] The post RJ નેહા સાથે વિતાવેલી પળો યાદ કરી PI ના ચહેરા પર સ્મિત આવ્યું | શતરંજ-8 appeared…

## [અરવલ્લી: અકસ્માત જોઈ મદદનીશ માહિતી અધિકારીએ તુરંત કાર રોકાવી મદદ કરતા ગોલ્ડન અવર્સમાં બાઈક ચાલકનો બચાવ](https://www.navajivan.in/aravalli-bhetali-bike-accident-reshmaben-ninama/)

_2026-08-24 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Aravalli Bhiloda accident PRO: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભેટાલી ગામના ઢાળ પર બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલક આગળ અચાનક કૂતરું આવી જતાં બાઈક રોડ પર પટકાયું હતું, જેના કારણે ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા અરવલ્લી માહિતી વિભાગના મદદનીશ અધિકારી રેશ્માબેન નિનામાએ પળનો પણ વિલંબ કર્યા \[…\] The post અરવલ્લી: અકસ્માત જોઈ મદદનીશ માહિતી અધિકારીએ તુરંત…

## [રાજકોટમાં મચ્છરો ભગાડવા ડ્રોન ઉડાડ્યું, મ્યુનિ. કમિશનર મોડા આવ્યા તો મેયરે કાર્યક્રમ શરૂ કરાવી દીધો](https://www.navajivan.in/ai-drones-used-to-kill-mosquitoes-in-rajkot-dr-nehal-shukla-tushar-sumera/)

_2026-08-24 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

AI drones used to kill mosquitoes in Rajkot : મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને કંટ્રોલ કરવા માટે રાજકોટમાં AI Drone ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. રાજકોટના રામનાથપરા મંદિર પાસે યોજાયેલા કાર્યક્રમમાં AI ડ્રોન મચ્છરોને ભગાડશે તેવો દાવો કર્યો છે. રાજકોટના મેયર ડૉ.નેહલ શુક્લે (Dr. Nehal Shukla) ના હસ્તે AI ડ્રોન ટેક્નોલોજીથી મચ્છરો દૂર કરવાની નવતર પહેલનો \[…\] The post રાજકોટમાં મચ્છરો ભગાડવા ડ્રોન…

## [લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી નિમુબહેન સર ટી હોસ્પિટલ પહોંચ્યા, એકેય પીડિત નહીં મળતા મીટિંગ રાખી દીધી](https://www.navajivan.in/bhavnagar-lattha-kand-nimuben-bambhaniya-visit-sir-t-hospital/)

_2026-08-24 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Bhavnagar Lattha Kand : ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની 18 ઓગસ્ટે વાત બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. એક પછી એક એમ 13 લોકોના લઠ્ઠાકાંડમાં મોત નિપજ્યા છે. ખાનગી તેમજ સર ટી હોસ્પિટલમાં અનેક દર્દીઓની સારવાર પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડના પાંચ દિવસ બાદ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય \[…\] The post લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી નિમુબહેન સર ટી હોસ્પિટલ…

## [AI QA that opens fix PRs (Sponsored)](https://crawlproof.com/a/lwSocd5iD2od)

_2026-08-24 · **Sponsored**_

Run a browser QA from plain-English instructions; get GitHub issues and optional fix PRs.

## [લીમખેડા પોલીસે ધાનપુર ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો](https://vatsalyamsamachar.com/gujarat/limkheda-police-seized-a-large-quantity-of-foreign-liquor-from-a-creta-car-from-dhanpur-chowkdi/)

_2026-08-23 · AJAY SANSI · Vatsalyam Samachar_

તા.૨૨.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડા પોલીસે ધાનપુર ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો લીમખેડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ધાનપુર ચોકડી હાઇવે પરથી એક ક્રેટા કારને આંતરી તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,200 બોટલો એટલે …

## [લીમખેડામાં યુરિયા ખાતરની ખુલ્લેઆમ કાળાબજારી: સરકારી ભાવ ₹૨૬૬ સામે ₹૪૦૦ વસૂલાતા ખેડૂતોમાં ભારે રોષ](https://vatsalyamsamachar.com/gujarat/open-black-market-of-urea-fertilizer-in-limkheda-farmers-are-charged-%e2%82%b9-400-against-the-government-price-of-%e2%82%b9-266/)

_2026-08-23 · AJAY SANSI · Vatsalyam Samachar_

તા.૨૨.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:લીમખેડામાં યુરિયા ખાતરની ખુલ્લેઆમ કાળાબજારી: સરકારી ભાવ ₹૨૬૬ સામે ₹૪૦૦ વસૂલાતા ખેડૂતોમાં ભારે રોષ લીમખેડા પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને યુરિયા ખાતરના વધુ ભાવ પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સરકાર દ્વારા ૪૫ કિલોની યુરિયા ખાતરની થેલીનો ભાવ ₹૨૬૬.૫૦ નિયત કરવામાં આવ્યો છે, છતાં લીમખેડામાં …

## [વડોદરામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં દાહોદ ટાઇગર માર્શલ આર્ટ્સનો દબદબો; મોઈન શેખનું પ્રેરણાદાયી સંબોધન](https://vatsalyamsamachar.com/gujarat/%e0%aa%b5%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a6%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%b2-%e0%aa%93%e0%aa%aa%e0%aa%a8-%e0%aa%9a%e0%ab%87%e0%aa%ae%e0%ab%8d/)

_2026-08-23 · AJAY SANSI · Vatsalyam Samachar_

તા.૨૨.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:વડોદરામાં નેશનલ ઓપન ચેમ્પિયનશિપમાં દાહોદ ટાઇગર માર્શલ આર્ટ્સનો દબદબો; મોઈન શેખનું પ્રેરણાદાયી સંબોધન વડોદરા ખાતે WKDF (ડબલ્યુકેડીએફઆઈ) નેશનલ ઓપન ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દાહોદની પ્રખ્યાત ટાઇગર માર્શલ આર્ટ્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાના અદભુત પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા.આ ખાસ પ્રસંગે સક્સા…

## [કાલોલ ની બાકરોલ પ્રાથમિક શાળામાં નિપુણ ગુજરાત કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓનાં માતાઓને કરાયા માર્ગદર્શિત.](https://vatsalyamsamachar.com/gujarat/panchmahal/mothers-of-students-were-guided-under-nipun-gujarat-program-at-bakrol-primary-school-kalol/)

_2026-08-23 · VAGHELA SAJID · Vatsalyam Samachar_

તારીખ ૨૩/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ નિપુણ ગુજરાત અંતર્ગત” મારું બાળક નિપુણ બાળક”ના હેતુથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં માતા જૂથની રચના કરવામાં આવેલ છે જે અંતર્ગત તા-૨૨/૦૮/૨૦૨૬ના રોજ શાળામાં માતૃ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ તેમજ શિક્ષકો દ્વારા માતૃ બેઠકમાં બાળકોની શૈક્ષણિક પ્રગતિ પર ચર્ચા, ઘરે અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ, સ્વચ્છ આરોગ્ય …

## [વૃક્ષ છેદન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, વાહનચાલકોના માથે અકસ્માતનો ખતરો વિજાપુર-વિસનગર હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે સવાલો](https://vatsalyamsamachar.com/gujarat/mehsana/lack-of-safety-system-during-tree-felling-danger-of-accidents-to-motorists-in-the-construction-of-forelane-of-vijapur-visnagar-highway/)

_2026-08-23 · SAIYAD MUJAKKIRHUSEN BUKHARI · Vatsalyam Samachar_

વૃક્ષ છેદન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો અભાવ, વાહનચાલકોના માથે અકસ્માતનો ખતરો વિજાપુર-વિસનગર હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરીમાં બેદરકારી સામે સવાલો વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુરથી વિસનગરને જોડતા આશરે 30 કિલોમીટર લાંબા હાઇવેને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે માર્ગની બંને બાજુ આવેલા વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે. જોકે, વૃક્ષ છેદનની કામગીરી દરમિયાન …

## [ડેડીયાપાડામાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ પદયાત્રીઓની સેવા, કોમી એકતા અને ભાઈચારાનો આપ્યો સુંદર સંદેશ,](https://vatsalyamsamachar.com/gujarat/a-beautiful-message-of-communal-unity-and-brotherhood-given-by-muslim-community-in-dediyapadas-service-to-hindu-pedestrians/)

_2026-08-23 · JESHING VASAVA · Vatsalyam Samachar_

નર્મદા જિલ્લામાં હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ ડેડીયાપાડામાં મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ પદયાત્રીઓની સેવા, કોમી એકતા અને ભાઈચારાનો આપ્યો સુંદર સંદેશ, વાત્સલ્યમ સમાચાર પ્રતિનિધિ : જેસિંગ વસાવા ડેડીયાપાડા, નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આજે પણ હિન્દુ-મુસ્લિમ એકતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના જીવંત હોવાનો સુંદર કિસ્સો સામે આવ્યો છે. ‘મઝહબ નહીં શીખાતા આપસ મેં બૈર …

## [પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો..](https://vatsalyamsamachar.com/gujarat/lakshmi-havan-dedicated-to-vaastu-was-held-in-kumarpal-society-at-patan/)

_2026-08-23 · NATAVARLAL PRAJAPATI · Vatsalyam Samachar_

પાટણ ખાતે કુમારપાળ સોસાયટી મા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો.. ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં આવેલ કુમારપાળ સોસાયટીમા વાસ્તુ સમર્પિત લક્ષ્મી હવન યોજાયો.કુળદેવીશ્રી અંબાજી, શ્રી ચેહર મેલડી સિકોતર માતાજી તથા રામદેવપીરની દયાથી બળદેવદાસ બાપુની અસીમ કૃપાથી પ્રજાપતિ ભેમાભાઈ દેવશીભાઈ ના નવીન મકાનનું સંવત ૨૦૮૨ ને શ્રાવણસુદ-૧૧ ને રવિવાર ૨૩ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ શાસ્ત્રીજી …

## [MORBI:પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાયું](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbiparasuram-youth-group-morbi-distributed-1001-free-janoi-on-the-occasion-of-holy-shravana-month-and-rakshabandhan-festival/)

_2026-08-23 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાયું શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ, બળેવ અને રક્ષાબંધન પર્વના પાવન અવસર પર તારીખ 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જતન અને ધાર્મિક પરંપરાઓને …

## [MORBI:મોરબીના પત્રકાર રવિ મોટવાણીના પુત્ર પરીનનો આજે જન્મદિવસ](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbimorbi-journalist-ravi-motwanis-son-parins-birthday-today/)

_2026-08-23 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીના પત્રકાર રવિ મોટવાણીના પુત્ર પરીનનો આજે જન્મદિવસ મોરબીના પત્રકાર રવિ મોટવાણીના સુપુત્ર પરીન મોટવાણીનો આજે જન્મદિવસ છે પરીન મોટવાણીનો જન્મ તા. ૨૩-૦૮-૨૦૦૯ ના રોજ થયો હોય આજે પરીન જીવનના ૧૭ વર્ષ પૂર્ણ કરીને ૧૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે પરીનના પિતા રવિ મોટવાણી પત્રકારત્વના વ્યવસાય સાથે જોડાયેલા છે પરીનને નાની ઉમરથી જ ક્રિકેટનો …

## [આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો](https://vatsalyamsamachar.com/gujarat/rakshabandhan-festival-was-celebrated-with-great-enthusiasm-at-adarsh-u200bu200bvidyalaya-visanagar/)

_2026-08-23 · JITESH JOSHI · Vatsalyam Samachar_

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી ભાઈ–બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો હતો. તથા ભાઈઓએ શાળા તરફથી આપવામાં આવે ચોપડા બહેનોને ભેંટરૂપે અર્પણ કરી બહેનોના ઉચ્ચત્તમ અભ્યાસ માટે મનોકામના વ્યક્ત કરી …

## [Meet Claude, an AI assistant (Sponsored)](https://crawlproof.com/a/wkP32dsk57D7)

_2026-08-23 · **Sponsored**_

Chat with Claude at claude.ai — a conversational AI assistant.

## [ટીંટોઈ &#8211; જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો](https://vatsalyamsamachar.com/gujarat/one-killed-in-tractor-accident-in-tintoi-jitpur-a-tractor-loaded-with-labor-overturned/)

_2026-08-23 · HITENDRA PATEL · Vatsalyam Samachar_

અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ ટીંટોઈ – જીતપુરમાં ટ્રેક્ટર અકસ્માતમાં એકનું મોત,મજૂરો ભરેલા ટ્રેક્ટરને અકસ્માત નડ્યો મોડાસા તાલુકાના જીતપુર ગામની સીમમાં જીતપુરથી દધાલીયા તરફ જતા રોડ પર ટ્રેક્ટર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં અરેરાટી ફેલાઈ છે. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર અન્ય મજૂરોને પણ વત્તા-ઓછી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે રાજલી કંપાના અરવિંદભાઈ વશરામભાઈ પટેલ પોતાના …

## [PI એ DCP માટે કહ્યું- &#8216;કિતના ચાલુ આદમી હૈ&#8217; &#124; શતરંજ-6](https://www.navajivan.in/shatranj-muslim-woman-pi-dcp-juhapura-crime-branch-shatranj-5/)

_2026-08-23 · Prashant Dayal · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

પ્રશાંત દયાળ (શતરંજ-6, નવજીવન ન્યૂઝ): હજી ઇન્સપેક્ટર મહેશ ઊંઘતા હતા. બે દિવસનો ઉજાગરો પણ હતો. તેમના કાને અવાજ પડ્યો : ‘જો બેટા, દવા પી લે, દવા નહીં પીએ તો સારું કેવી રીતે થશે?’ તેને લાગ્યું કે સ્વપ્નમાં તે કંઈક સાંભળી રહ્યો છે, પણ પછી તેની આંખો બંધ હોવા છતાં તેને ખ્યાલ આવ્યો કે, આ અવાજ તો \[…\] The post PI એ DCP માટે કહ્યું- ‘કિતના ચાલુ આદમી હૈ’ | શતરંજ-6 appeared first on Gujarati news today,…

## [MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો](https://vatsalyamsamachar.com/gujarat/morbi/a-ceramic-worker-was-caught-with-18-kg-of-ganja-from-rangpar-bela-road-in-morbimorbi/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીના રંગપર બેલા રોડ પરથી ૧.૮ કિલો ગાંજા સાથે સીરામીક શ્રમિક ઝડપાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રંગપર બેલા રોડ પર એસઓજી (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. મળતી માહિતી મુજબ, રંગપર બેલા રોડ પર સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલ સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરના બીજા …

## [MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને &#8216;ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ&#8217; અંગે સેમિનાર યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/morbi/morbi%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%ac%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c%e0%aa%97%e0%aa%be%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

MORBI:મોરબીમાં શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને ‘ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ’ અંગે સેમિનાર યોજાયો શ્રમ -રોજગાર મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા ના અધ્યક્ષસ્થાને મોરબીમાં ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન્સ કોડ, ૨૦૨૦ અંગે સેફ્ટી સેમિનાર યોજાયો ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નિયામકશ્રી પી.એમ. શાહ, IIT દિલ્હીના આસિ. પ્રો. શ્રી સૂર્યનારાયણ વિક્રાંત કરા, કલેક્ટરશ્રી…

## [HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા](https://vatsalyamsamachar.com/gujarat/morbi/5-people-were-caught-gambling-from-the-outskirts-of-charadwa-village-in-halvad/)

_2026-08-22 · DHAVAL TRIVEDI · Vatsalyam Samachar_

HALVAD:હળવદના ચરાડવા ગામની સીમમાંથી જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડીને કુલ ૫ આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે …

## [રિંગમાં વાપસી કરે તે પહેલા જ વર્લ્ડ ચેમ્પિયન બોક્સરની ગોળી મારીને હત્યા](https://vatsalyamsamachar.com/international/world-champion-boxer-shot-dead-before-returning-to-ring/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

બોક્સિંગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર જોલાની ટેટે (Zolani Tete) ની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 38 વર્ષીય ટેટે પર આ જીવલેણ હુમલો ત્યારે થયો, જ્યારે તેઓ પોતાની કારમાં બેઠા હતા. આ ઘટનાથી સમગ્ર દક્ષિણ આફ્રિકા અને રમતગમત જગતમાં સન્નાટો વ્યાપી ગયો …

## [વલસાડના પૂરનો ઉકેલ લાવવા ઔરંગા નદીની વહનક્ષમતા વધારવા તાત્કાલિક DPRની માંગ](https://vatsalyamsamachar.com/gujarat/urgent-dpr-demand-to-increase-the-carrying-capacity-of-auranga-river-to-solve-valsad-flood/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ શહેરમાં ભારે વરસાદ દરમિયાન સર્જાતી પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિનો કાયમી ઉકેલ લાવવા ડો. નિરવભાઈ પટેલે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે ઔરંગા નદીનો હાઇડ્રોલોજિકલ-ટોપોગ્રાફિકલ સર્વે, વૈજ્ઞાનિક ડીસિલ્ટિંગ-ડીપનિંગ અને નદીના bottleneck વિસ્તારોની ઓળખ કરી તાત્કાલિક DPR તૈયાર કરવાની માંગ કરી છે. ઔરંગા નદીના મુખથી વલસાડ શહેર સુધી …

## [ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકનો જીવ ગયો, મૃતાંક થયો 11](https://vatsalyamsamachar.com/gujarat/bhavnagar/one-more-life-lost-in-bhavnagar-lattakkad-death-toll-rises-to-11/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે. ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય હાર્દિક કિલજીનું દારૂ પીધાના પાંચમાં દિવસે સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાનનગરમાં રહેતો હતો. જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ તબિયત …

## [કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસીની કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂક્યો !!!](https://vatsalyamsamachar.com/national/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a5/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

નવી દિલ્હી. નાના બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપતા, કેન્દ્ર સરકારે એક ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ‘ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન’ (બહુવિધ દવાઓના સંયોજન દ્વારા બનાવવામાં આવતી દવાઓ) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની …

## [સરકારી અહેવાલ શાળા શિક્ષણની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે; &#8216;Gen-Alpha&#8217;ને રસ્તા પર ઉતરવાની ફરજ પડી.](https://vatsalyamsamachar.com/national/government-report-exposes-harsh-reality-of-school-education-forcing-gen-alpha-to-hit-the-streets/)

_2026-08-22 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

નવી દિલ્હી. દેશભરમાં શાળાના બાળકો (જનરેશન આલ્ફા) દ્વારા તેમની મૂળભૂત જરૂરિયાતો અંગે કરવામાં આવતા વિરોધ હવે ફક્ત સ્થાનિક મુદ્દાઓ રહ્યા નથી. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) રિપોર્ટના તાજેતરના ડેટાથી સ્પષ્ટ થયું છે કે વિદ્યાર્થીઓ જે ખામીઓ સામે વિરોધ કરી રહ્યા છે તે દેશની શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક છે. જનરેશન Z પછી, જનરેશન આલ્ફા …

## [Ship software peacefully (Sponsored)](https://crawlproof.com/a/UEuPqW1dvKii)

_2026-08-22 · **Sponsored**_

Deploy apps from your repo with auto-config, instant previews, scaling, and monitoring.

## [પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ.](https://vatsalyamsamachar.com/gujarat/the-district-executive-meeting-of-primary-education-association-of-kutch-was-held-at-bhuj-2/)

_2026-08-22 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા – ૨૨ ઓગસ્ટ : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન એ.બી.આર.એસ.એમ ગુજરાત વિદ્યાલય શિક્ષાના ઘટક પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન સંઘ કાર્યાલય ભુજ ખાતે …

## [નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ](https://vatsalyamsamachar.com/gujarat/narmada/sale-of-rakhis-made-by-trainees-of-narmada-ekta-skill-development-center-in-sou-area/)

_2026-08-22 · JUNEDAHMED KHATRI · Vatsalyam Samachar_

નર્મદા: એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓનું SOU વિસ્તારમાં વેચાણ રાજપીપળા : જુનેદ ખત્રી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ વિકસાવવામાં આવેલા વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે એકતા નગર આજે દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. પ્રવાસન વિકાસની સાથે સાથે …

## [ટીબી મુક્ત નવસારીના સંકલ્પ સાથે ૭૮૦ જેટલા ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ](https://vatsalyamsamachar.com/gujarat/distribution-of-nutrition-kits-to-780-tb-patients-with-the-pledge-of-tb-free-navsari/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે નવસારી ખાતે ટીબીના આશરે ૭૮૦ જેટલા દર્દીઓને ત્રણ મહિના સુધી ઉપયોગી થાય તે મુજબ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી …

## [Gondal: ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો](https://vatsalyamsamachar.com/gujarat/district-level-celebration-of-77th-forest-festival-held-at-patidad-gondal/)

_2026-08-22 · AMUBHAI SINGAL · Vatsalyam Samachar_

તા.૨૨/૮/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા “એક પેડ માઁ કે નામ ૩.૦” હેઠળ રાજકોટ જિલ્લામાં સાડા પાંચ લાખ રોપાઓનું વાવેતર કરાયું: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ વૃક્ષારોપણ અને વૃક્ષ રથને પ્રસ્થાન કરાવીને આપ્યો પ્રકૃતિ જતનનો સંદેશ Rajkot, …

## [દારુના કેસમાં પંચ બની ઉના પોલીસની મદદ કરી, વળતરમાં મળ્યું મોત](https://www.navajivan.in/una-murder-case-daru-case-panch-mukeshbhai/)

_2026-08-22 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Gujarat Liquor and crime story murder case Una: ગુજરાતમાં ઠેરઠેર દારુ બેફામ છે. નકલી દારુકાંડમાં લાશોની લાશો ઢળી રહી છે. બીજી બાજુ પોલીસની કોઈ મદદ કરે તો તેનું પણ ઢીમ ઢાળી દેવાની ઘટના સામે આવી છે. પોલીસ માટે હાલ જાણે શ્રાવણના પવિત્ર માસમાં શ્રાધ બેઠો હોય તેવી સ્થિતિ છે. આ કેસમાં પણ પોલીસ તેવા માણસને \[…\] The post દારુના કેસમાં પંચ બની ઉના પોલીસની મદદ કરી, વળતરમાં મળ્યું મોત appeared first on…

## [નવસારીમાં સખી મંડળની બહેનોની કલાત્મક રાખી મેળાનો પ્રારંભ,મહાનુભાવોએ સ્ટોલ્સની મુલાકાત લઈ વધાવ્યો ઉત્સાહ](https://vatsalyamsamachar.com/gujarat/in-navsari-sakhi-mandal-sisters-artistic-rakhi-mela-started/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા તથા DAY-NULMના UCD વિભાગ અને ‘ઉડાન સખી સંઘ’ના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણના હેતુથી રાખી મેળો-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કચેરી પાસે યોજાયેલા મેળાની મેયર અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય (IAS), ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ ,ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. વિવિધ સ્ટોલ્સની …

## [મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક સંસ્કાર અને શિક્ષણની અનોખી પહેલ](https://vatsalyamsamachar.com/gujarat/morbi/a-unique-initiative-of-religious-rites-and-education-on-the-occasion-of-miladunnabi/)

_2026-08-22 · Arif Diwan · Vatsalyam Samachar_

મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક સંસ્કાર અને શિક્ષણની અનોખી પહેલ”‘મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા બાળકોમાં દીની તાલીમ અને સારા સંસ્કારોના સિંચનનો સંદેશ”‘ વાંકાનેર: ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસરને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી, નવી પેઢીમાં ધાર્મિક શિક્ષણ, સારા સંસ્કારો અને માનવતાના મૂલ્યોનું સિંચન થાય તેવા ઉદ્દેશ સાથે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સુંદર અને…

## [મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગણદેવી ખાતે ૭૭ મો વન મહોત્સવ યોજાયો,વૃક્ષારોપણ અને સંવર્ધનનો સંકલ્પ](https://vatsalyamsamachar.com/gujarat/under-the-chairmanship-of-minister-nareshbhai-patel-the-77th-forest-festival-will-be-held-at-gandevi/)

_2026-08-22 · MADAN VAISHNAV · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ૭૭ માં જિલ્લા કક્ષાનો વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી એલ.એમ. નાયક અનાવિલ સાંસ્કૃતિક ભવન, વિશ્રામગૃહની સામે, ગણદેવી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના …

## [ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર સુધી બાળ તસ્કરીનું નેટવર્ક: એક માસની બાળકી મળ્યા બાદ કૌભાંડનો પર્દાફાશ](https://www.navajivan.in/sabarkantha-child-trafficking-kavita-jadav/)

_2026-08-22 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Human trafficking case Gujarat Rajasthan and Maharashtra: ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા બાળ તસ્કરીના કૌભાંડમાં સાબરકાંઠા જિલ્લા પોલીસની તપાસ વધુ તેજ બની છે. પોશીના વિસ્તારમાંથી એક માસની બાળકી મળી આવ્યા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં બાળકોને મહારાષ્ટ્ર સુધી વેચવામાં આવતા \[…\] The post…

## [શું માંડ્યુ છે આ..? ગુજરાતમાં હવે બીમાર પડો તો દવા પણ નકલી&#8230;.](https://www.navajivan.in/ahmedabad-fake-medicine-nicardia-retard-10-tablets/)

_2026-08-22 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Gujarat Duplicate Medicine case: ગુજરાતમાં હમણાં જ નકલી દારુ પીને 9 લોકો મૃત્યુ પામ્યા છે. અગાઉ પનીર નકલી, પોલીસ નકલી, અધિકારીઓ નકલી, ઘી, મરચું, હળદળ, તેલ, દૂધ અહીં સુધી કે નકલી કોર્ટ પણ જોવાનો લાહવો કદાચ આપને પણ મારી જેમ મળ્યો હશે. જેને કારણે નકલી કરતાં જો કોઈ અસલી વસ્તું મળે ત્યારે તમને નવાઈ લાગતી \[…\] The post શું માંડ્યુ છે આ..? ગુજરાતમાં હવે બીમાર પડો તો દવા પણ નકલી…. appeared first on…

## [અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા કેનેડાએ વેપાર કરાર સ્થગિત કર્યો, બંને દેશોના વેપાર અને ગ્રાહકો પર આર્થિક બોજ વધશે](https://www.navajivan.in/us-canada-trade-issue-mark-carney-pm-canada-us-president-donald-trump/)

_2026-08-22 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

US Canada trade issue : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશ સાથે ટેરિફ કાર્ડ (US President Donald Trump tariff card) રમી ચૂક્યા છે. આ વખતે કેનેડા પર ભારેખમ 50 ટકા ટેરિફ લગાવાતા બંને પાડોશી દેશો વચ્ચે ગંભીર વેપાર ઘર્ષણ શરૂ થઈ ગયું છે. ટેરિફના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney PM Canada) એ પણ \[…\] The post અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવતા કેનેડાએ વેપાર કરાર સ્થગિત કર્યો, બંને…

## [SMCએ બારકોડ વિનાની રોયલ સ્ટેગ બ્રાંડની બોટલો અમદાવાદમાંથી પકડતા પોલીસ અધિકારીઓના હોશ ઊડી ગયા](https://www.navajivan.in/smc-team-seizes-bottles-of-royal-stag-from-ahmedabad-bhavnagar-lattha-kand-bodakdev-police-station/)

_2026-08-22 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

SMC team seizes bottles of Royal Stag from Ahmedabad : ભાવનગરમાં લઠ્ઠાકાંડ (Bhavnagar Lattha Kand) સર્જાતા રાજ્યભરમાં પોલીસ દારૂના કેસો કરવામાં લાગી ગઈ છે. ધોલેરામાંથી ઝેરી દારૂની 24 બોટલો મળી તે જ દિવસે અમદાવાદ શહેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે રોયલ સ્ટેગ બ્રાંડની બોટલો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા. અમદાવાદ શહેરના છેવાડે આવેલા બોડકદેવ ગામ (Bodakdev Ahmedabad) \[…\] The post SMCએ બારકોડ વિનાની રોયલ…

## [વડોદરાની હોટેલમાં યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ખૂલ્યું, રૂમ 304 કે 302માં બની ઘટના? 3 કલાક બાદ બોલાવાઈ એમ્બ્યુલન્સ](https://www.navajivan.in/vadodara-hotel-vintage-youth-death-room-302-304/)

_2026-08-22 · Urvish Patel · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Vadodara Hotel case: વડોદરાની હોટેલમાં ગે યુવકનું મોત રૂમ નં-304 કે 302માં થયું? મૃતકને ઢસડી બીજા રૂમમાં લઈ જવાયો, 3 કલાક પછી એમ્બ્યુલન્સ બોલાવાઈ; ત્રીજો યુવક હોટેલ છોડી કેમ ભાગ્યો? આવા ઘણા સવાલોએ વડોદરાના એક કેસને ભારે ચકચારી અને રહસ્ચમય બનાવી દીધો છે. એક તરફ યુવકને ઢસેડાયો હોવાની વાતો સામે આવે છે તો બીજી તરફ \[…\] The post વડોદરાની હોટેલમાં યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ખૂલ્યું, રૂમ 304 કે 302માં…

## [જુહાપુરામાં કાંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની માહિતી ઈન્ફોર્મરે પોલીસને આપી &#124; શતરંજ 5](https://www.navajivan.in/juhapurama-gujarat-police-informer-prashant-dayal-encounter-case-shatranj-part-5/)

_2026-08-22 · Prashant Dayal · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

પ્રશાંત દયાળ (શતરંજ-5, નવજીવન ન્યૂઝ): ઍન્કાઉન્ટરના ઑપરેશન પછી ક્રાઇમ-બ્રાન્ચમાં કાગળો તૈયાર કરતા બપોર થઈ ગઈ હતી. મહેશ અને વિનય પોતાની ચેમ્બરમાં જ ખાસ બનાવવામાં આવેલી ઍન્ટી-ચેમ્બરમાં આરામ કરવા જતા રહ્યા હતા. આખી રાત જાગતા રહેવાને કારણે મહેશની આંખ ખૂલી ત્યારે સાંજના સાત વાગ્યા હતા. તે મોઢું ધોઈ પોતાની ખુરશી ઉપર બેઠા. બેલ મારી… કૉન્સ્ટેબલ આવતાં \[…\] The post જુહાપુરામાં કાંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની…

## [માતા-પિતા અંગેની અટકળોનો અંત આવ્યો, કાર સેલ્સમેન બની ગયો બેલ્જિયમનો રાજકુમાર! રાજવી પરિવાર સાથે DNA મેચ](https://www.navajivan.in/belgian-royal-family-news-prince-laurent-of-belgium-clement-vandenkerckhove-belgian-singer-wendy-van-wanten/)

_2026-08-21 · Navajivan News Team · Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ_

Belgian royal family news : બેલ્જિયમમાં કાર સેલ્સમેન તરીકે જીવન ગુજારતા ક્લેમેન્ટ વાનડેનકેરખોવ (Clement Vandenkerckhove) ને કાનૂની રીતે શાહી પરિવારની ઓળખ મળી ગઈ છે. કિંગ ફિલિપના નાના ભાઈ પ્રિન્સ લોરેન્ટે (Prince Laurent of Belgium) ક્લેમેન્ટ ( ઉ.26) ને પોતાનો પુત્ર સ્વીકાર્યો છે. DNA Test માં 99.5 ટકા મેચ બાદ ક્લેમેન્ટ હવે પ્રિન્સ લોરેન્ટની અંગત મિલકતમાં \[…\] The post માતા-પિતા અંગેની અટકળોનો અંત…

## [કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ](https://vatsalyamsamachar.com/gujarat/a-district-implementation-committee-meeting-was-held-under-the-chairmanship-of-the-collector-in-connection-with-the-celebration-of-sanskrit-week-in-kutch-district/)

_2026-08-21 · RAMESH MAHESHWARI · Vatsalyam Samachar_

વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ ,તા- 21 ઓગસ્ટ : કલેક્ટર ની કચેરી, ભુજ ખાતે કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે …

## [રામપુરામાં બેફામ કારચાલકનો આતંક! ઘરનો ઝાંપો તોડી કારચાલક ફરાર, પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી](https://vatsalyamsamachar.com/tharad/in-rampura-the-terror-of-a-reckless-driver-broke-into-a-house/)

_2026-08-21 · PRAVIN CHAUHAN · Vatsalyam Samachar_

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના રામપુરા ગામે બેફામ કારચાલક દ્વારા પરિવારના ઘરના ઝાંપા પાસે કાર અથડાવી નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પરિવાર દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી જવાબદાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, રામપુરા ગામે મંદિર નજીક પરિવાર રહે છે. …

## [જંતર-મંતર વિરોધ પ્રદર્શનના પેલેટ ગન પીડિત સાથે રાહુલ ગાંધી 5 કલાક ધરણા પર બેસતા અંતે FIR નોંધાઈ](https://vatsalyamsamachar.com/national/rahul-gandhi-sits-on-dharna-for-5-hours-with-pellet-gun-victim-of-jantar-mantar-protest/)

_2026-08-21 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

પેલેટ ગન મામલામાં એફઆઇઆર નોંધવાની માંગ સાથે રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા હતા. બાદમાં દિલ્હી પોલીસે સાહિલ લોચબની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો. આ મામલામાં કોઈનું નામ આરોપી તરીકે નોધવામાં આવ્યું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. તેઓ જંતર-મંતર પર …

## [કેન્દ્ર સરકારે આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સીધી નાગરિકતા આપવાની સત્તા સોંપી](https://vatsalyamsamachar.com/national/the-central-government-delegated-the-power-to-grant-citizenship-directly-to-district-magistrates-in-eight-states-and-two-union-territories/)

_2026-08-21 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરતાં બુધવારે નાગરિકતા (ત્રીજો સુધારો) નિયમો, 2026 ની સૂચના જાહેર કરી છે. નવા નિયમો મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા (આદિવાસી વિસ્તારો સિવાય) તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ)ને ભારતની બહાર જન્મેલા અને સામાન્ય રીતે આ વિસ્તારોમાં રહેતા લાયક અને યોગ્ય …

## [યમન અને સોમાલિયાના દરિયાકાંઠેથી ચાંચિયાઓએ બે જહાજોનું અપહરણ કર્યું; તેમાં 22 ભારતીયો સવાર હતા.](https://vatsalyamsamachar.com/international/pirates-hijack-two-ships-off-yemen-and-somalia-coast-with-22-indians-on-board/)

_2026-08-21 · VATSALYAM SAMACHAR · Vatsalyam Samachar_

યમન અને સોમાલિયાના દરિયાકાંઠેથી ચાંચિયાઓએ 2 જહાજોનું અપહરણ કર્યું; 22 ભારતીયો સવાર હતા નવી દિલ્હી: ચાંચિયાઓએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય પાણીમાં હુમલો કર્યો છે. યમન અને સોમાલિયાના દરિયાકાંઠેથી બે અલગ અલગ ઘટનાઓમાં, ચાંચિયાઓએ બે વ્યાપારી જહાજોનું અપહરણ કર્યું. આ બે જહાજોમાં 22 ભારતીય નાગરિકો સહિત કુલ 30 ક્રૂ સભ્યો હતા. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર …

