ફિલ્ડ સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો ડીસા ખાતે આવેલ ગ્રીનફે ફાર્મ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરી રૂ. ૩૫,૭૬,૮૯૧/- ની ઠગાઈ આચરવા બદલ ફિલ્ડ સુપરવાઇઝર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે. બનાવની વિગત એવી છે કે, ડીસાના માઇલ સ્ટોન શોપીંગ સેન્ટર ખાતે હેડ ઓફિસ ધરાવતી અને ખેડૂતો સાથે બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તેમજ પ્રોસેસિંગનો વ્યવસાય કરતી ગ્રીનફે ફાર્મ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ…
બનાસકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા "NO DRUGS IN BANASKANTHA" અભિયાન અંતર્ગત બનાસકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે મોટી સફળતા મેળવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમૌ (નાના) ગામેથી કરિયાણાની દુકાનની આડમાં ચાલતા માદક પદાર્થ પોષડોડાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કરી એક ઈસમની અટકાયત કરવામાં આવી છેમળતી માહિતી મુજબ, બનાસકાંઠા રેન્જ આઈજી…
પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા મહત્વનો નિર્ણય ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાલિકા પરિસરમાં ગુટકા, પાન મસાલા કે અન્ય તમાકુ જન્ય પદાર્થો ખાઈને થૂંકનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકા પરિસર માં આવતા અરજદારો, મુલાકાતીઓ અને અન્ય લોકો નિયમનું પાલન કરે તે માટે વિવિધ સ્થળોએ…
ઊંઝા તાલુકાના મક્તપુર ગામની સીમમાં સિદ્ધપુર-ઊંઝા હાઇવે પર આવેલી રામદેવ હોટલ આગળ ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હોટલ આગળ પાર્ક કરી રહેલી ગાડીઓ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રેલરે આઇસર ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઇસર ગાડી આગળ ઉભેલા હોટલના ચોકીદાર સાથે અથડાતાં ચોકીદાર ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ટ્રેલર રોડનું ડિવાઇડર તોડીને સામેના રોડ પર જઈ ચડ્યું…
મકાનમાં પડેલી તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી પાટણના સાંતલપુર તાલુકાના ઝેકડા ગામે એક બંધ મકાન માંથી રૂ. 1,43,700થી વધુની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના, ધાર્મિક મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઝેકડા ગામના દેવા મગન સોલંકી (ઉં.વ.50) અને તેમની પત્ની ગત 18 ઓગસ્ટ, 2026ના રોજ…
અષાઢ વદ અમાસથી શરૂ થઈ શ્રાવણ સુદ દશમ સુધી ભક્તિસભર માહોલમાં ઉજવાતા દશામાના ૧૦ દિવસીય પાવન વ્રતની ઠેર ઠેર પૂર્ણાહુતિ થઈ છે. પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે માઈભક્તોએ અષાઢ વદ અમાસના પવિત્ર દિવસે ઘરમાં માટીની મૂર્તિની સ્થાપના કરી હતી. દસ દિવસ સુધી કંકુ, અક્ષત, પુષ્પ, ધૂપ-દીપ અને નૈવેધ્ય સાથે નિયમિત પૂજા-અર્ચના, આરતી તેમજ વ્રત કથાનું શ્રવણ કર્યા બાદ વિજયનગર તાલુકાના પાલ સ્થિત હાથમતી નદીના…
અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના ઉમદા સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રભુખ ભીખાજી ઠાકોર સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક,…
ગુજરાત અને બિહાર વચ્ચે મુસાફરી કરતા ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે અમદાવાદ અને ભાગલપુર વચ્ચે એક નવી સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરી રહી છે. આ ટ્રેન માટે બુકિંગ ૨૧ ઓગસ્ટથી શરૂ થયું હતું. મુસાફરો PRS કાઉન્ટર અને IRCTC દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે. નવી ટ્રેનના લોન્ચથી બંને રાજ્યો વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ટ્રેન નંબર ૧૯૪૨૩ અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ…
બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે શુક્રવારે ગોવામાં તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે લગ્ન રજીસ્ટર કરાવ્યા છે. આ દંપતીએ ઉત્તર ગોવા જિલ્લાના માપુસામાં સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં તેમના નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સબ-રજિસ્ટ્રાર સૂરજ વર્ણેકરે પીટીઆઈને જણાવ્યું હતું કે લગ્ન રાજ્યના યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ નોંધાયેલા હતા. ડેમેટ્રિએડ્સ દક્ષિણ આફ્રિકાના નાગરિક છે. આ દંપતી…
ભાવનગરમાં સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડ અને નકલી દારૂના વેચાણને લઈને સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં મહેસાણા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે કાગળ પર દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ઝેરી દારૂનું વેચાણ થઈ…
રસ્તો રોકતા પોલીસે આગેવાનો અને કાર્યકરોની કરી અટકાયત ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર દુર્ઘટનાના વિરોધમાં આજે થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન થરાદ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધરણા પ્રદર્શન બાદ રોષે ભરાયેલા કાર્યકરો થરાદના વ્યસ્ત એવા ત્રણ રસ્તા સર્કલ પર પહોંચ્યા હતા. અને…
પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામજનોએ ગામના બાળકો અને યુવાનોના આરોગ્ય તથા ભવિષ્યને ધ્યાનમાં રાખી વ્યસનમુક્તિ માટે મહત્વનો સામૂહિક નિર્ણય લીધો છે. બાદરગઢ ગામમાં યોજાયેલી ગ્રામસભામાં દુકાનોમાં વેચાતા પેકિંગ પડીકા, ગુટકા સહિતના નશાકારક પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામમાં દારૂના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ગ્રામસભામાં નક્કી કરાયા મુજબ 1…
પાલનપુર હાઇવે વિસ્તારમાંથી એક યુવકનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. અમદાવાદ હાઇવે પર આવેલા બ્રિજ નીચે વર્ધમાન બંગ્લોઝ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે રહસ્ય અકબંધ છે. પોલીસે મૃતકની ઓળખ…
સાચી નોટોના બંડલમાં 26 નકલી નોટો ઘુસાડી લેણદારને પધરાવી; લેપટોપ-કલર પ્રિન્ટરથી નકલી નોટો છાપનાર સહિત ચાર આરોપી ઝડપાયા વિસનગરમાં વ્યાજના ધંધા અને શેરબજારમાં થયેલા લાખોના દેવામાંથી બચવા માટે રચાયેલું કાવતરું પોલીસે કડીબદ્ધ તપાસ બાદ ઉકેલી કાઢ્યું છે. નાણાં આપનાર વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાની ચોંકાવનારી ચેઈન સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિસનગરના અવિ ભાખરીયાએ વ્યાજના ધંધા અને…
એલસીબી પાલનપુરની કાર્યવાહીમાં ચોરીની બે મોટર સાઇકલ સહિત રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરીના 45થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને એલસીબી પાલનપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ચોરીની બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે નરપતસિંહ ઉર્ફે નપીયો રામસિંહ બાદરસિંહ રાજપુત અને ચેતનસિંહ ઉર્ફે ભગત ઉકાજી…
પવિત્ર શ્રાવણ માસમાં મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની વસ્તુઓની ચોરીથી ગ્રામજનોની આસ્થાને ઠેસ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ચકચાર સાથે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનને અર્પણ કરાયેલા ચાંદીના બે મુગટ અને એક ચાંદીનું છત્ર ગાયબ થતાં લોકોની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચી છે. મળતી…
ભારત-નેપાળમાં ૬ હજાર કેમ્પ દ્વારા ૧ લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક આબુ રોડ ખાતે બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય વહીવટદાર રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્યતિથિ નિમિત્તે ૨૧થી ૨૫ ઓગસ્ટ દરમિયાન યોજાનારા રક્તદાન મહા અભિયાનનો પ્રારંભ થયો હતો. શાંતિવનના ડાયમંડ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી બહેનો સહિત લોકોએ રક્તદાન કર્યું હતું અને કુલ ૪૫૦ યુનિટ રક્ત એકત્ર થયું…
ગામના વિભાજન સામે બીજા જૂથનો વિરોધી સૂર બુલંદ : શિહોરી સાથે જ રહેવા મક્કમ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગ્રામ પંચાયત હેઠળ આવતા ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાના મુદ્દે ગામમાં જ મોટો વિવાદ સર્જાયો છે. ગામના જ બે જૂથો આ મુદ્દે આમને-સામને આવી જતાં અને એક જ દિવસે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પરસ્પર વિરોધી રજૂઆતો પહોંચતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 70.jpg…
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લગભગ એક મહિના પહેલા દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ધરણા શરૂ કર્યા છે, જેમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી 21 જુલાઈના રોજ વિદ્યાર્થી આંદોલનને લઈને ધરણા પર પણ બેઠા હતા. ત્યારબાદ તેઓ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠા હતા. અને આજે, 21 ઓગસ્ટના રોજ, રાહુલ ગાંધી પેલેટ ગન કેસમાં FIR…
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સોવકર જાનકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ લેવામાં તકલીફ અને ઉંમર સંબંધિત ગૂંચવણોથી પીડાતા હતા. તાજેતરમાં તેમની તબિયત ફરી બગડી હતી, અને તેમના પરિવારે તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. નદીગર સંગમના પ્રમુખ નાસરે પણ આ દુઃખદ…
કલેકટરને આવેદનપત્ર આપવા જતા 20 થી વધુ આગેવાન- કાર્યકરોની પોલીસે અટકાયત કરી ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં શુક્રવારે પાટણ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા.કોગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા આ મામલે કલેકટર ને આવેદનપત્ર આપવા જતાં પોલીસે કોંગ્રેસના 20 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. 68.jpg 144.12 KB પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાવનગરમાં સામે આવેલા ડુપ્લિકેટ…
ઈડર શહેરના રસ્તાઓ પરથી ટ્રાફિકનું ગ્રહણ હટાવવા અને પ્રજાને જાહરાતમાં હાલાકીમાંથી મુક્તિ અપાવવા માટે ઈડર ટાઉન પોલીસે પૂર્ણ સત્તા સાથે કડક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી ઠંડા પડેલા ટ્રાફિક ડ્રાઇવના નિયમોને પોલીસે પુનઃ સક્રિય કરીને સપાટો બોલાવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા બજાર વિસ્તારોમાં આડેધડ અને અડચણરૂપ રીતે પાર્ક કરેલા ૨૦થી વધુ વાહનો સામે સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.…
તમિલનાડુના વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિને શુક્રવારે મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને પડકાર ફેંક્યો હતો કે તેઓ અગાઉની ડીએમકે સરકાર સાથે સંબંધિત કથિત ભ્રષ્ટાચારની ફાઇલો જાહેર કરે અને જો ગેરરીતિના પુરાવા મળે તો પગલાં લે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન બોલતા, ઉદયનિધિએ વિજયની ટિપ્પણીનો જવાબ આપ્યો કે તેઓ અગાઉની ડીએમકે સરકારની ભ્રષ્ટાચારની ફાઇલો "યોગ્ય સમયે" બહાર લાવશે. ચર્ચા દરમિયાન, ઉદયનિધિએ વિજયના વલણની ટીકા…
જીંદના રહેવાસી આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી મોહિત દલાલ (27)નું બુધવારે સવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. પરિવારના જણાવ્યા મુજબ, ઘરે મોહિતની તબિયત બગડી હતી, ત્યારબાદ તેના પરિવારે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ડોક્ટરોએ મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવ્યું હતું. તેના અચાનક મૃત્યુથી તેના પરિવાર, ગામ અને કબડ્ડી જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મોહિત તેની ઉત્તમ…
ભારતીય પુરુષ હોકી ટીમ બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા હોકી વર્લ્ડ કપ 2026 માં ટોપ-8 માં સ્થાન મેળવી ચૂકી છે, પરંતુ હવે બધાની નજર ભારતીય મહિલા ટીમ પર છે. ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપમાં પૂલ ડીનો ભાગ છે, જ્યાં તેઓએ ચીન સામે પોતાનો પહેલો મેચ રમ્યો હતો, જેમાં તેઓ 2-2 થી ડ્રો રહ્યા હતા. તેમની બીજી મેચમાં, તેઓએ દક્ષિણ આફ્રિકાને 6-1 ના મોટા માર્જિનથી હરાવ્યું હતું . હાલમાં, ભારતીય…
ખાંડની વધતી માંગ અને બજારમાં વધતા જતા સ્ટોકિંગને પહોંચી વળવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે જથ્થાબંધ ખાંડ ગ્રાહકો માટે સ્ટોકિંગ મર્યાદા નક્કી કરી છે. હવે, મોટા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરતા વ્યવસાયો અને સંસ્થાઓ વધારાની ખાંડનો સંગ્રહ કરી શકશે નહીં. નવી સિસ્ટમ 1 સપ્ટેમ્બર, 2026 થી અમલમાં આવશે અને 30 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના આદેશ…
ડાયમંડ લીગનો આગામી તબક્કો, જે બધા ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે, તે લૌઝેનમાં યોજાઈ રહ્યો છે. લૌઝેન ડાયમંડ લીગ 2026માં, ભારતીય ચાહકોનું ધ્યાન સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા પર રહેશે, જે 21 ઓગસ્ટની રાત્રે એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાએ તાજેતરમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શ્રીલંકાના રોમેશ પથિરાજે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે, નીરજ ફરી…
વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. જોકે, આ વખતે તેને કઠિન કસોટીનો સામનો કરવો પડશે, કારણ કે તે જે ફોર્મેટમાં રમશે તેમાં તે ખાસ સફળ રહ્યો નથી. મેચ માટે વધુ સમય બાકી નથી, તો જાણો મેચ ક્યારે અને કયા સમયે રમાશે. ચાલો વિગતો પર એક નજર કરીએ. દુલીપ ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. તેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, અને ફાઇનલ મેચની તારીખ અને સ્થાન પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે, દુલીપ…
ઝારખંડમાં હેમંત સોરેનના નેતૃત્વવાળી સરકારને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ, ઝારખંડ હાઈકોર્ટે JPSC પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના સરકારના તાજેતરના નિર્ણય પર સ્ટે મુક્યો છે. ગુરુવારે, ઝારખંડ હાઈકોર્ટે પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના સરકારના આદેશ સામે દાખલ કરવામાં આવેલી વિવિધ અરજીઓની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સરકારના આદેશ પર સ્ટે મુકીને અરજદારોને મોટી રાહત આપી.…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે તેઓ ઈરાનના અર્થતંત્રને નિશાન બનાવવા માટે એક મોટું નવું અભિયાન શરૂ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઈસ્લામિક દેશને મદદ કરશે અથવા તેની સાથે વેપાર કરશે તેને "ખૂબ જ કડક" સજાનો સામનો કરવો પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને મારા કરતાં વધુ વ્યવહાર કરવાની તકો કોઈએ આપી નથી. દુઃખની વાત…
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત શ્રી સાંવલિયા સેઠ મંદિરે શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનની ગણતરી પૂર્ણ કરી દીધી છે. આ વર્ષે, મંદિરને તિજોરી અને દાન ખંડમાંથી નોંધપાત્ર રકમ મળી છે, જેમાં ૧૩૩ કિલોગ્રામથી વધુ ચાંદી અને ૧.૩૮ કિલોગ્રામ સોનુંનો સમાવેશ થાય છે. શ્રી સાંવલિયા સેઠ ટેમ્પલ બોર્ડના પ્રમુખ હજારીદાસ વૈષ્ણવે જણાવ્યું હતું કે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ શરૂ થયેલી ભંડાર…
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ રમાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ તેમાં શાનદાર જીત મેળવી છે . ભારતની લીડ હવે 1.0 છે. હવે, શ્રેણીની બીજી મેચ ક્યારે અને ક્યાં રમાશે તે જાણો. કારણ કે બીજી મેચ માટે વધુ સમય બાકી નથી, આ માહિતી હવે હોવી જરૂરી છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની બીજી મેચ 23 ઓગસ્ટથી શરૂ થશે. આનો અર્થ એ થયો કે આગામી મેચ રવિવારથી શરૂ થશે. જો મેચ પૂર્ણ પાંચ દિવસ સુધી…
વડોદરાના સૂર્યનગર-તરસાલી બાયપાસ પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એસઆર એનર્જી કંપનીના પરિસરમાં પાર્ક કરેલી ખાનગી બસના દરવાજામાં ગરદન ફસાઈ જતાં આઠ વર્ષના દિવ્યેશ રાઠવાનું દુઃખદ મૃત્યુ થયું હતું. દિવ્યેશ તેની માતાને પ્રસાદ ખરીદવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. થોડા સમય પછી, બાળક જમીન પર બેભાન હાલતમાં મળી આવ્યું. પરિવાર તેને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને…
ઉત્તર પ્રદેશના લખનૌના એક પોશ વિસ્તારમાં ગુરુવારે થયેલી હત્યાએ સનસનાટી મચાવી દીધી હતી. શહેરના ગોમતી નગર વિસ્તારમાં બપોરે ICICI બેંકના રિલેશનશિપ મેનેજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, મહિલાના પતિએ તેને ગોળી મારી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પતિએ વોટ્સએપ સ્ટેટસ મૂકીને હત્યાની માહિતી આપી હતી. તેણે લખ્યું હતું કે તેની પત્નીએ તેની સાથે છેતરપિંડી કરી છે. તેથી જ તેણે…