અમૂલ્ય જીવન ..! મુંબઈ શહેરનો એ જાણીતો રેલવે ઓવરબ્રિજ અને શ્રાવણનો ધોધમાર વરસાદ! પચીસ વર્ષનો યુવાન નીરવ લોકલ ટ્રેનના પાટા તરફ તાકીને હતાશ થઈને ઊભો હતો. નીરવની જિંદગી અચાનક વેરવિખેર થઈ ગઈ હતી. અંગત મિત્રએ વેપારમાં દગો કરી મોટો દાવ રમી લીધો હતો અને માથે લાખોનું દેવું થઈ ગયું હતું. જેની સાથે જિંદગી વિતાવવાના સપના જોયા હતા, તે મંગેતરે પણ ખરા સમયે સંબંધ તોડી નાખ્યો હતો. "હવે આ દુનિયામાં મારું કોઈ જ નથી,…
પુત્ર હોય તો આવા… સ્મિતાએ કીધું, “આપણે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં છીએ... પણ લગ્ન વગરની જિંદગીને સંસાર લફરું કહે છે. તેથી આ સંબંધને હવે આપણે કાયદેસર સ્વરૂપ આપવા માટે પણ લગ્ન માટે વિચારવું જોઈએ.” પુત્ર હોય તો આવા… “તું પણ શહેરની એક મોટી કોર્પોરેટ કંપની માં પ્રોડકશન મેનેજર તરીકે ઘણા સમયથી નોકરી કરે છે... પપ્પા મમ્મીને કહેવામાં હવે મને વાંધો લાગતો નથી.” સ્મિતાના કહેવાથી આજે સ્મિતાના મમ્મી પપ્પા, લગ્ન…
મઘા નક્ષત્ર ' 🌦️⛈️⛈️ આવો જાણીએ આ નક્ષત્રની "" મહાનતા "" મઘાનો અર્થ થાય છે મહાન. આકાશમાં મઘા નક્ષત્રનું 10મું સ્થાન છે. મઘા નક્ષત્રના પગ, સિંહ રાશીમાં આવે છે. મઘા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલ હોય છે. તેનું પ્રતિક ચિન્હ રાજ સિંહાસન માનવામાં આવે છે! મઘા નક્ષત્રની મહાનતા મઘા નક્ષત્રનું મહત્વ: મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી વરદાન સમાન ગણાય છે, શાસ્ત્ર અને આયુર્વેદમાં…
પ્રાયશ્ચિત "તો પછી બેટા વાત આગળ ચલાવું ? કમ સે કમ તું એકવાર અંગના નો ફોટો તો જોઈ લે" ભરેલા ભીંડા નું શાક પોતાના દીકરા શૈશવની થાળીમાં પીરસતા વિભાબેને ફરી વાતનું અનુસંધાન કર્યું. પ્રાયશ્ચિત - ટૂંકીવાર્તા જમવાનો સમય જ એક એવો હતો કે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર વિભાબેન શૈશવ સાથે નિરાંતે વાત કરી શકતાં. બાકી તો શૈશવ પોતાની મેડીકલ પ્રેક્ટિસમાં એટલો વ્યસ્ત હતો કે આ બધી વાતો સાંભળવાની એને ફુરસદ જ નહોતી. " મમ્મી…
એક ઉજળી લટ રાગીણીએ ઉપરના રૂમની બારી ખોલી. ગેટ તરફ નજર કરી. તેની મોટી બહેન ગીતા, ગેટ પાસે ઊભી હતી.રાગિણીના કાને કારનું હોર્ન અથડાયું હતું. એ અવાજ પારખી ગઇ હતી." આ.. એ જ હોવો જોઈએ. એની જ કારનું હોર્ન વાગે છે." અને ચૂપચાપ ઉપરના રૂમની બારી ખોલીને તે જોઈ રહેલી. એક ઉજળી લટ - લઘુકથા રાગિણી ઓગણીસ વીસમાં વર્ષમાં પ્રવેશતી હતી. રૂપાળી હતી. નમણી હતી. મોટી મોટી આંખો હતી. હોઠો પર સદૈવ મુસ્કાન રમતી હતી.…
‘વિશ્રંભકથા’- (રહસ્યકથા) ...અને માધવી તે પડખું ફરી ગઈ. કરી તેવી જ નસકોરાંય બોલાવવા લાગી ગઈ. કૈલાસ એવો તે ધૂંધવાયો ! તેણે ઊભા થઈ બત્તી કરી. પ્રકાશનાં તાતાં તીરનો સામનો કરવા છાતી ધરતી હાય તેમ વળી માધવી ચત્તી થઈ અને નિરાંતે ઘોરવા લાગી. વિશ્રંભકથા - રહસ્યકથા બારીના ફરફરતા પડદા પાસે ઊભા રહી કૈલાસ વિચારી રહ્યોઃ કેવી છે આ ? આખા દિવસની ધમાલ પછી નિરાંતે વાત કરવા- વહાલ કરવા, તનમનનાં સુખદુઃખા શમાવવા રાતની આ…
છેલ્લી વ્હીસલ ધૂળિયા ગામના એ નાના અને પછાત રેલવે સ્ટેશન પર આખા દિવસમાં માંડ બે ટ્રેન ઊભી રહેતી! આખો દિવસ અહીં એક વિચિત્ર પ્રકારની નીરવ શાંતિ છવાયેલી રહેતી!! છેલ્લી વ્હીસલ - લઘુકથા સ્ટેશન માસ્તર હરિભાઈનો મોટાભાગનો સમય જૂની ટિકિટોના થોકડા ગોઠવવામાં અને સિગ્નલના લાલ-લીલા દીવાઓ સાફ કરવામાં જ જતો! પત્નીના અવસાન પછી, આ સૂમસામ સ્ટેશન જ એમની આખી દુનિયા બની ગયું હતું!! દીકરો શહેરમાં હોવાથી હરિભાઈ અહીં સાવ…
ભેરુબંધ ..! સુદામા સાથે વાતો કરતાં કરતાં શ્રીકૃષ્ણ ક્યારે તેમના પગ દાબવા લાગ્યા, એ વાતનો સુદામાને ખ્યાલ જ ના રહ્યો! ભેરુબંધ - લઘુકથા થાકેલા સુદામા તો ક્યારનાય ઘસઘસાટ ઊંઘી ગયા હતા, પરંતુ કૃષ્ણ પોતાના જ વિચારોમાં લીન થઈને તેમના પગ દાબતાં દાબતાં બાળપણની વાતો કરતા જતા હતા!! એટલામાં જ પાછળથી આવીને રુક્મિણીએ તેમના ખભા પર હાથ મૂક્યો! કૃષ્ણ એકદમ ચોંકી ગયા અને પહેલાં તેમણે રુક્મિણીને જોયા, પછી સુદામાને…
સંબંધોની આરપાર ..! નામ એનું વાલો પરંતુ આખું હરિપુરા ગામ વાલો વાંકલો તરીકે જ ઓળખે. કયા ગામનો છે આજ સુધી કોઈનેય ખબર નથી. એક દશકો વીતિ ગયો આ ગામમાં. આજથી દશ વરસ પહેલાં ગામના મુખી રામજી ભગત પોતાની વાડીએ બપોરના સમયે ઘટાદાર લીમડા નીચે ખાટલામાં આરામ કરી રહ્યા હતા. ખેતર પાસેથી જ જાહેર રસ્તો પસાર થાય. એ વખતે આ રસ્તો કાચો હતો. વટેમાર્ગુઓ પાણી પીવા આ વાડીના બોરે જરૂર થોભે. સંબંધોની આરપાર - નવલિકા બરાબર…
નેકલેસ ...! અમદાવાદથી મુંબઈ જતો 'ગુજરાત મેલ' રાત્રિના અંધકારને ચીરતો પોતાની પૂરી ઝડપે દોડી રહ્યો હતો. પાટા સાથે અથડાતા લોખંડી વ્હીલનો અવાજ જાણે સમયના ધબકારા માપી રહ્યો હતો. નેકલેસ - નવલિકા ટૂ-ટાયર એસી કોચના શાંત વાતાવરણમાં માયા અને આકાશ બેઠા હતા. માયાની આંખો બારીની બહાર હતી, પણ તેનું મન અમદાવાદમાં માણેલા લગ્નના ભભકાદાર દ્રશ્યોમાં અટવાયેલું હતું. તેઓ અમદાવાદના એક મોટા ગજાના વેપારી પરિવારના…